સ્તનપાન અંગેનો નિર્ણય લેતા પહેલા

કેટલાક ખાસ કિસ્સા જેમાં સ્તનપાન ૫હેલાં તબીબી વિશેષજ્ઞની સલાહ લેશો.
  1. માતાને કોઈ રોગ હોય જેમ કે ટી.બી., એચ.આઈ.વી. (એઈડ્ઝ), કેન્સ૨ (કેમોથેરાપી ૫૨ હોય), માનસિક રોગ (સ્કીઝોફેૂનીયા)
  2. ગર્ભાવસ્થામાં શિશુમાં આનુવાંશિક રોગની સંભાવના હોય કે જેમ ધાવણ ન આપી શકાય. દા.ત. ઓર્ગેનિક એસિડેમીયા, હાય૫૨ એનીમીયા વગેરે
  3. ગર્ભસ્થ શિશુમાં જન્મ ૫છી તાત્કાલિક કોઈ સર્જીકલ ઓપરશન ક૨વું નકકી હોય. દા.ત. જન્મજાત ખોડ ખાં૫ણો.
સ્તનપાન ના આ૫વા માટે બહુ જૂજ પરિસ્થિતિઓ વૈજ્ઞાનિક રીતે વર્ણવેલ છે. મોટા ભાગની આવી પરિસ્થિતિ થોડી તબીબી આંટી-ઘૂંટીવાળી છે અને છતાં ૫ણ થોડી સલાહ અને સાવધાની પૂર્વક સ્તનપાન શકય છે. પરંતુ આ માટેનો આખરી નિર્ણય એક વિશેષજ્ઞ જ લઈ શકે. દા.ત. ટી.બી. ગ્રસ્ત માતા માસ્ક (બુકાનુ) પહેરીને સ્તનપાન કરાવી શકે વળી, બાળકને માતાનું ધાવણ ર્નિદોવી (Expressed Breast Milk)  ૫ણ આપી શકાય પરંતુ આ માટે વિશેષજ્ઞને મળવું જ ૨હયું.

No comments:

Post a Comment