ગર્ભ વિકાસનો દસમો માસ

ગર્ભસ્થ શિશુનો વિકાસ

  1. હવે શિશુનો વિકાસ ધીમેધીમે સંપૂર્ણતા તરફ ધપે છે. માત્ર આખરી ઓપ રુપે જરુરી સંગ્રહ થઈ શકે તેવા ઉપયોગી તત્વો જેવાકે ચરબી-કેલ્શ્યમ-વિટામીન વિ. નો સંગ્રહ થયા કરશે.
  2. આ માસના અંત સુધીમાં શિશુનું શરીર 66% થી 75% પાણી અને 15% ચરબી ધરાવતુ સંપૂર્ણ બનશે.
  3. શિશુનું ગર્ભાશયની દિવાલમાંથી આવતા ઝીણા પ્રકાશ પ્રત્યે ધ્યાન ખેંચી શકાય છે. અને બાહ્ય પ્રકાશ તરફ તે પોતાનુ મુખ ફેરવતુ જોઈ શકાય છે.
  4. પ્રકાશ પ્રત્યેની આ સંવેદનશીલતા તેનું રાત દિન નું ચક્ર ગોઠવશે. આથી સમજુ માતાઓ રાત્રે સમયસર સુવે !!
  5. જન્મ પહેલા પણ ગર્ભમાં શિશુ શ્વાસ લેવાની પ્રેક્ટીસ ચાલુ રાખે છે. અને તેથી ફેફસા વધુ મજબૂત બને છે.
  6. આંતરડામાં ગર્ભાવસ્થા દરમ્યાનનું મળ એકઠુ થયેલ છે. જે જન્મ પછી શિશુ ઉત્સર્જીત કરશે.
  7. ગર્ભમાં હવે ફરવામાં સંકડાશ થશે તેથી શિશુનું હલન ચલન ઘટશે.
  8. હાથ પગની પકડ હવે ઘણી મજબૂત બનશે. આંગળાના નખ હવે પૂર્ણ પણે બનેલા હશે કદાચ એટલા કે જન્મતાઅ શથે કાપવા પડે !!
  9. સમગ્ર શરીર રચના બનતા શિશુ લગભગ 3.5 કિગ્રા વજનનું અને અંદાજે 51 સેમી લંબાઈનું હશે. હવે કોઈપણ સમયે દુનિયામાં અવતરવા તૈયાર છે.

માતાના શારીરીક ફેરફારો

  1. શિશુના હવે ધીમે-ધીમે ગર્ભાશયા મુખ તરફ જવા સાથે પેટના ભાગે હવે ઉરોદર પટલને શ્વાસ લેવા વધુ જગ્યા મળશે તેથી થોડી હળવાશ અનુભવાશે.
  2. આપને હાથપગમાં સોજા વધશે જે એક સામાન્ય બાબત છે.
  3. હળવા એવા ગર્ભાશયના સંકોચનો આપ અનુભવશો. પરંતુ જો એ પ્રતિ કલાકે ચાર થી વધુ હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી.
  4. આપની ઉંઘ અને આરામમાં વારંવાર પેશાબ કરવા જવા કે ગર્ભાશયના અચાનક સંકોચનથી ખલેલ પહોંચી શકે છે.

સમજુ માતાની જવાબદારી

  • હવે નિયમીત દર અઠવાડીયે તબીબી સલાહ લેશો.
  • ઓછા પ્રમાણમાં પણ વધુ વખત થોડા સમયાંતરે ખાવાથી ઉલ્ટી થી બચી શકશો.
  • માનસિક અને શારીરીક શાંતિ માટે કેટલીક હલવી કસરતો અને પ્રાણાયમ કરી શકાય.
  • ઘરની બાહર ફરવાનું ઘટાડી દો ખાસ કરીને એકલા ફરવુ હિતાવહ નથી.
  • પ્રસુતિ વખતે હોસ્પીટલ લઈ જવાના સામાનનું ચેક્લિસ્ટ કરી સામાન બેગમાં તૈયાર કરી રાખો જેથી ઈમરજંસીમાં ઘરના લોકોને તકલીફ ન પડે.
  • ઘરની પથારી પર આખરી અઠવાડીયા દરમ્યાન પ્લાસ્ટીક કવર પાથરી સૂઈ શકાય જેથી પાણી પડવાનું ચાલુ થાય તો પથારી ન પલળે.
  • ડોક્ટર-સગાવ્હાલા- મિત્રોનું સંપર્ક લિસ્ટ બનાવી હાથવગુ રાખો જેથી ઈમરજન્સીમાં ઉપયોગી થાય.
  • બસ હવે ઈશ્વર કૃપાથી આપના ઘરે પણ શિશુની પધરામણી થોડા સમયમાં થશે બેસ્ટ ઓફ લક...!

No comments:

Post a Comment