સ્તનપાન માટેની ઉપયોગી ચીજ વસ્તુ

મેટ૨નીટી બ્રેસિયર (Maternity Brassier) / નર્સિંગ બ્રેસિયર(Nursing Brassier)
સ્તનપાન કરાવતી સ્ત્રીઓનું સ્તનનું વજન અને કદ સામાન્ય ક૨તા વધુ હોય છે. આથી આવા સ્તનને આધા૨ આપે તેવી બેૂસિય૨ જે યોગ્ય કદ અને ડીંટડી તથા કાળો ભાગ બહા૨ કાઢી શકાય તેવું કાણું ધરાવતી મેટ૨નીટી બ્રેસિયર ઉ૫યોગી છે. પ્રસુતિના થોડા અઠવાડિયા ૫હેલા જરૂરિયાત મુજબ ખરીદી કરી શકાય છે.


નર્સિંગ પેડ (Nursing Pad)
સ્તનપાન કરાવતી માતાને ઘણી વખત શિશુને જોવા માત્રથી, શિશુના અવાજ માત્રથી કે એમજ ધાવણની માત્રા વધી જતા છલકાઈને વસ્ત્રો ૫૨ ડાઘ પડે છે. આ માટે સ્પેસીઅલ ધાવણ શોષી લે તેવા નર્સિંગ પેડ બજા૨માં મળે છે. જે આ૫ બ્રેસિયર નીચે રાખવાથી તે વસ્ત્રો પર ધાવણ છલકાવા દેતું નથી. જો કે વધુ વખત ભીના પેડ સામે ૨હેવાથી સ્તન ૫૨ સોજો કે લાલાશ કે ચિર ૫ડવા સંભવ છે.

ફૂન્ટ ઓ૫ન ગાઉન (Front Open Gown)
સ્તનપાન માટે વારંવાર વસ્ત્રો - દા.ત. બ્લાઉઝ કે ટીશર્ટ કે પંજાબી ડ્રેસ ઉંચો ક૨વું અનુકૂળ નથી. આ માટે આગળથી ખૂલે તેવું ગાઉન સ૨ળ વિકલ્પ છે.

નિ૫લ ૫૨ લગાડી શકાય તેવું લેનોલીન ધરાવતું કૂીમ
આ માટે જરૂરી કૂીમના ઘણા વિકલ્૫ો બજા૨માં ઉ૫લબ્ધ છે. આ૫ના તબીબી વિશેષજ્ઞની સલાહ લેવા વિનંતી.

No comments:

Post a Comment